નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે : તૈયારીઓ માટે કાલે શનિવારે મોરબી જિલ્લા ભાજપની બેઠક મોરબી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તા.21ના રોજ મોરબી આવી રહ્યા છે. તેઓના હસ્તે મોરબીમાં ભાજપના નવા બનેલા કાર્યાલય કમલમનો ઉદઘાટન સમારોહ પણ યોજાશે. આ વેળાએ નવા પ્રદેશ પ્રમુખનો સન્માન સમારોહ પણ યોજાનાર છે.આગામી તારીખ 21 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદઘાટન થનાર છે અને નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારંભ પણ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમને લઈને આવતીકાલે તારીખ 15 નવેમ્બરના રોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 15 નવેમ્બર ને શનિવારના રોજ બપોરે 1-45 કલાકે મોરબીના રવાપર સ્થિત ઉમા હોલ ખાતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન બીરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન સામૂહિક રીતે બતાવવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયે કમલમ અર્પણવિધિ કાર્યક્રમ અને પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારંભ બાબતે બેઠક યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, ભાજપ પ્રદેશ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.