મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 8મા શંકાસ્પદ હાલતમાં એક્ટિવા નંબર જીજે - 36 - એએચ - 0084 લઈને નીકળેલા આરોપી વિશાલભાઈ સુરેશભાઈ ઝઝવાડિયા રહે.ગણેશનગર વાવડી રોડ અને આરોપી અસલમભાઈ આમદભાઈ કટિયા રહે.જોન્સનગર વાળાને અટકાવી તલાશી લેતા બન્ને આરોપીઓના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1200 મળી આવતા પોલીસે રૂ.50 હજારના એક્ટિવા સહિત 51,200નો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.