મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે બહાદુરગઢ ગામ પાસેથી એક ક્રેટા કારમાંથી રૂ.4.68 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી નાસી છુટેલા ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળેલ કે એક સફેદ કલરની હ્યુન્ડાઇ ક્રેટા કાર નંબર GJ-07-DD-4555માં દારૂ ભરીને કચ્છ તરફથી મોરબી તરફ નીકળવાની છે. જેથી પોલીસની ટીમે મોરબી-માળીયા હાઇવે પર બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે વોચ ગોઠવી કારમાંથી રૂ.4.68 લાખનો 360 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી કાર સહિત રૂ.9.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે કાર ચાલક નાસી છુટતા તેની સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે.