મોરબી : મોરબીમાં નવલખી રોડ ઉપરથી આજે વોકળામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નવલખી રોડ ઉપર પરશુરામ ધામ પહેલા રેલવેના પાટા નજીક વોકળામાં એક યુવકનો મૃતદેહ દેખાતા લોકોએ ફાયરની ટીમને જાણ કરી હતી. ત્યારબાદ ફાયરની ટીમે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડયો છે. હાલ પોલીસે બનાવની નોંધ કરી આ યુવકની ઓળખ મેળવવા અને મૃત્યુ પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.