મોરબી: મોરબી જિલ્લાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ટીમે 18 વર્ષ જૂના અપહરણના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. તા. 13/11/2025 ના રોજ, AHTU ટીમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી નારાયણભાઈ ઉર્ફે નારસંગ મોતીભાઈ શિહોરા (ઉં.વ. 44), જે મૂળ કેદારીયા, તા. હળવદનો રહેવાસી છે, તે હાલ રવાપર નદી ગામની સીમમાં છે.માહિતી મુજબ આરોપી નારાયણે 18 વર્ષ પહેલાં રાણેકપર ગામ, તા. હળવદ ખાતેથી ફરિયાદકર્તાની સગીર વયની દીકરીનું અપહરણ કર્યું હતું. બાતમીના આધારે, AHTU ટીમ મોરબી તાલુકાના રવાપર નદી ગામના પાટિયા પાસે પહોંચી હતી અને ત્યાંથી આરોપી નારાયણ તથા ભોગ બનનારને ઝડપી પાડ્યા હતા. આરોપી અને ભોગ બનનારને કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.