જિલ્લામાં એક માત્ર આયુષ હોસ્પિટલમાં ફુલટાઇમ ન્યુરોસર્જનની સેવા : અહીં 24×7 હેમરેજ કે અન્ય ન્યુરોસર્જરીને લગતી ઇમરજન્સી સેવા મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અકસ્માતમાં એક દર્દીને હેમરેજ થયું હોય ઇમરજન્સીમાં આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં ફુલટાઇમ સેવા આપતા ન્યુરોસર્જન ડો.પ્રતિક પટેલ દ્વારા તેમનું સફળ ઓપરેશન કરી તેમને સ્વસ્થ કરવામાં આવ્યા છે.33 વર્ષના મુકેશભાઈ નામના દર્દીનો અકસ્માત થતા મગજમાં ખુબજ ગંભીર ઇજા પહોંચી હતી અને મગજના ભાગે ઇજાના કારણે લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું અને ભાન અવસ્થા ખોરવાઈ હતી. ત્યારબાદ તેઓને તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. અહીં ન્યૂરોસર્જન ડો. પ્રતિક પટેલ દ્વારા તાત્કાલિક હેમરેજનું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ દર્દીની ICU હેઠળ 3 દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી બતી. ત્યાર બાદ ન્યૂરો સર્જન ડો. પ્રતિક પટેલની મહેનતથી દર્દીને વેન્ટિલેટર ઉપરથી બહાર કઢાયા અને દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.આ રીતે હેમરેજ જેવી મોટી ઇજાઓમાં પણ સમયસર સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. મોરબી જિલ્લામાં એક માત્ર ફુલટાઈમ ન્યૂરો સર્જન આયુષ હોસ્પિટલમાં સેવા આપે છે. મોરબી જિલ્લાની સૌથી મોટી ક્રિટિકલ કેર ટીમ સાથે આયુષ હોસ્પિટલ ખાતે ન્યરૉસર્જરી જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં તાત્કાલિક સારવાર મળી રહે છે. તેમ હોસ્પિટલની યાદીમાં જણાવાયુ છે.