14 નવેમ્બરે રાજકોટ સ્ટેશનથી સવારે લીલીઝંડી બતાવી કરાશે રવાનામોરબી : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09561 રાજકોટ-પોરબંદર લોકલ ઉદ્ઘાટન સ્પેશિયલને 14 નવેમ્બર 2025ના રોજ રાજકોટ સ્ટેશનથી સવારે 10:30 કલાકે લીલીઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. 1 ) ટ્રેન સંખ્યા 59561/ 59562 રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેન નંબર 59561 રાજકોટ-પોરબંદર લોકલ 15 નવેમ્બર 2025થી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે 8:35 કલાકે ઉપડશે અને તે જ દિવસે 1:15 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ લોકલ 15 નવેમ્બર 2025થી દરરોજ પોરબંદરથી 2:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 6:55 કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.2) ટ્રેન સંખ્યા 59563/ 59564 રાજકોટ-પોરબંદર લોકલ [સપ્તાહમાં પાંચ દિવસ]ટ્રેન નંબર 59563 રાજકોટ-પોરબંદર લોકલ 15 નવેમ્બરથી સપ્તાહમાં ૫ દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે 2:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 8:30 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 59564 પોરબંદર-રાજકોટ લોકલ 15 નવેમ્બરથી સપ્તાહમાં 5 દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે 7:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12:35 કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.આ તમામ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે. આ તમામ ટ્રેનોના તમામ કોચ જનરલ એટલે કે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) હશે.ટ્રેન સંખ્યા 09561 રાજકોટ-પોરબંદર લોકલ ઉદ્ઘાટન સ્પેશિયલની વિશેષ ઉદ્ઘાટન યાત્રાનો શુભારંભ ભારત સરકારના માનનીય કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, સાંસદ પરશોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટના તમામ ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ. દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રમેશ ટીલાળા તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત અન્ય અતિથિઓ દ્વારા 14 નવેમ્બર 2025 (શુક્રવાર)ના રોજ સવારે 10:30 કલાકે રાજકોટ સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. આ ટ્રેન ઉપરોક્ત તમામ સ્ટોપેજ સહિત તે જ દિવસે બપોરે 2:40 કલાકે પોરબંદર પહોંચશે.ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર:ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેનો ચલાવવા માટે ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવશે. આ ટ્રેન પોરબંદરથી તેના વર્તમાન નિર્ધારિત સમય 2:35 કલાકને બદલે 4 કલાકે ઉપડશે તથા રાજકોટ સ્ટેશન પર 6:55 કલાકને બદલે 9:20 કલાકે પહોંચશે. તેમજ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોએ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.