મતદારો ecinet.eci.gov.in પર ઓનલાઈન Book a call with BLO સુવિધાનો લાભ લઈ શકશેSIR સંબંધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના વોટર હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક સાધવા અપીલ મોરબી : ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાના 3 (ત્રણ) વિધાનસભા વિસ્તાર 65-મોરબી, 66-ટંકારા, 67-વાંકાનેરમાં તા.1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં જે કાર્યક્રમ અંતર્ગત BLO દ્વારા દરેક મતદારના ઘરની ત્રણ વખત મુલાકાત લેવામાં આવશે. હાલમાં BLO દ્વારા પ્રથમ મુલાકાતમાં Enumeration Form (ગણતરી ફોર્મ) આપવાનું શરુ કર્યું છે. મતદારને Enumeration Form ભરવા સંબંધે કે SIR સંબંધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર (DCC) ખાતે આવેલ વોટર હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક સાધવો. ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સંબંધે મતદારોના પ્રશ્નોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે તથા માર્ગદર્શન/ માહિતી/ પ્રતિસાદ/ સુચનો મેળવવા માટે ecinet.eci.gov.in પ્લેટફોર્મ પર આવેલ 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી મતદાર સંબંધિત બૂથ લેવલ ઓફિસર (BLO)નો સીધો સંપર્ક કરી શકે છે. મોરબી જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર-DCC ખાતે આવેલ વોટર હેલ્પલાઇન નંબર 1950 તથા ECINET એપ્લિકેશન પ્લેટફોર્મ પર આવેલ 'Book a call with BLO' સુવિધા ઉપયોગ કરી સહયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.