220 બોટલ દારૂ કબ્જે : અન્ય એક શખ્સનું નામ ખુલતા શોધખોળ હાથ ધરાઇવાંકાનેર : વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે હાઇવે ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને પોલીસે પકડી લઈ ૨૨૦ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે જોધપર ગામના પાટીયા પાસે GJ-24-K-4395 નંબરની અલ્ટો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૨૦ કિંમત રૂ.૫૫,૦૦૦/- તથા મોબાઈલ અને કાર મળી રૂ.૧,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા રહે. મુળ ચોટીલા હાલ રહે. વાવડી શીવાલય કોમ્પ્લેક્ષ પાછળ,ધર્મનગર, તા.મોરબીવાળાની ધરપકડ કરી છે.આ દારૂનો જથ્થો મોકલનાર તરીકે કાળુભાઈ અબ્રાહમભાઈ સુમરા રહે.લાખચોકીયા તા.ચોટીલા વાળાનું નામ ખુલતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં પીઆઇ બી.વી.પટેલ, સર્વેલન્સ ટીમના એએસઆઈ રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, સામતભાઈ છુંછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શક્તિસિંહ પરમાર, બ્રીજેશભાઈ બોરીયા તથા દિવ્યરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.