મોરબી : માળિયા મિયાણાના નવાગામમાં નદીના સામાકાંઠે દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એક ગ્રામજને આ દીપડાનો વિડીયો પણ જાહેર કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા પંથકના નવાગામમાં આવેલી નદીના સામાકાંઠે દીપડો આંટાફેરા કરતો નજરે પડ્યો હતો. ગામના મહેશભાઈ દેલવાડિયા નામના યુવાને આ દીપડો જોયો હોય તેઓએ વિડીયો પણ બનાવીને જાહેર કર્યો હોવાનું જણાવ્યું છે. આ અંગે સરપંચના પતિ પ્રેમજીભાઈ મૂછડીયાએ જણાવ્યું કે બેથી ત્રણ દિવસથી અહીં દીપડાના વાવડ ખેતમજૂરો તરફથી મળી રહ્યા છે.આ અંગે માળિયા વન વિભાગના એસ.બી.ભરવાડે જણાવ્યું કે આ અંગે અમને કોઈ જાણ નથી. ઘટના હજુ સુધી અમારા ધ્યાને આવી નથી.