આરોપીઓ કુહાડી, ધોકા લઈને તૂટી પડ્યાવાંકાનેર : વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા યુવતી સહિત પરિવારના અન્ય સભ્યો પર કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખતા ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મુશ્કાનબાનું અફઝલખાન પઠાણ ઉ.22 નામની યુવતીએ આરોપી (૧) નાજીમભાઈ આબીદભાઈ કલાડીયા (૨) અબરાર આબીદભાઇ કલાડીયા (૩) મુબીનભઈ ઇસ્માઇલભાઈ માથકીયા (૪) આર્યનભાઈ મેહમુદભાઇ મકવાણા (૫) સલમાનભાઈ મુન્નાભાઈ કાજી (૬)મુનાફભાઇ ઇકબાલભાઇ કલાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ ફરિયાદીના ઘર પાસે ફટાકડા ફોડતા હોય ફટાકડા ફોડવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ધોકા અને કુહાડી વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદ અસરફભાઈ અને સાનિયાબેનને ઇજાઓ પહોંચાડી બન્નેને ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.