મોરબી : જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 12-11-2025ને બુધવારના રોજ 66 કેવી વાઘપર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ વિસ્તારોમાં GETCOના મેઇન્ટનન્સની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં 66 કેવી વાઘપર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફિડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણોમાં સવારના 8 થી બપોરના 2 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.