મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 11 નવેમ્બર ને મંગળવારના રોજ 3282 ક્વિન્ટલ એટલે કે 16410 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1530 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 210 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 570 રૂપિયા બોલાયા છે. તો તલના 2296, મગફળીના 1250, જીરુંના 3620, બાજરાના 416, અડદના 1399, ચણાના 1041, એરંડાના 1280, કાળા તલના 5000 અને સોયાબીનના 903 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 700, ગુવારના 1800, ભીંડાના 1200, ટમેટાના 500, કોબીજના 300, કાકડીના 700, લીંબુના 600, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.