માળીયા (મી.) : માળીયા મિયાણાના વેજલપર ગામમાંથી પોલીસે જુગાર રમતા 11 શખ્સોને રૂ.30 હજારની રોકડ સાથે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમાં કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા હોય તે જગ્યાએ રેડ કરી (૧) રાહુલભાઇ રામજીભાઇ ઝીંઝુવાડીયા રહે.વેજલપર તા.માળીયા મીં. (૨) મનસુખભાઇ કારૂભાઇ ઝીંઝુવાડીયા રહે.વેજલપર તા.માળીયા મીં. (૩) વીક્રમભાઇ સુંદરજીભાઇ સુરેલા રહે વેજલપર તા.માળીયા મીં. (૪) ગૌતમભાઇ રમેશભાઇ દેગામાં રહે વેજલપર તા.માળીયા મીં. (૫) હિતેશભાઇ ગોવીંદભાઇ સાંતલપરા રહે.વેજલપર તા.માળીયા મીં. (૬) મનહરભાઇ ખોડાભાઇ દેગામાં રહે.વેજલપર તા.માળીયા મીં.(૭) વિજયભાઇ ગીરધનભાઇ ઝીંઝુવાડીયા રહે.વેજલપર તા.માળીયા મીં. (૮) વિનોદભાઇ લાલજીભાઇ ઝીંઝુવાડીયા રહે.વેજલપર તા.માળીયા મીં. (૯) ધર્મેશભાઇ દશરથભાઇ ઝીંઝુવાડીયા રહે.વેજલપર તા.માળીયા મીં. (૧૦) હીતેશભાઇ ગણપતભાઇ ઝીંઝુવાડીયા રહે.વેજલપર તા.માળીયા મીં. (૧૧) ધનજીભાઇ નાનજીભાઇ ઝીંઝુવાડીયા રહે.વેજલપર તા.માળીયા મીં.ને રોકડ રૂપિયા 30,300 સાથે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.