મોરબી : મોરબી અને માળીયા મિયાણા પોલીસે વિદેશી દારૂ અંગેના ત્રણ અલગ અલગ દરોડામાં વિદેશી દારૂ અને બિયર સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પરથી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને તેમજ અન્ય બે દરોડામાં બે યુવાનને ઝડપી લેવામાં આવ્યા હતા.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર ગીતા ઓઇલ મિલ નજીકથી કબીર ટેકરી વિસ્તારમાં રહેતા કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરને વિદેશી દારૂની 180 મીલી માપની બોટલ કિંમત રૂપિયા 140 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે કુળદેવી પાન પાસેથી આરોપી અર્જુન ઉર્ફે નવઘણ પ્રવીણભાઈ પરમાર ઉ.20 રહે.વિદ્યુતનગર મફતિયાપરા વાળાને બિયરમાં બે ટીન કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લીધો હતો.જ્યારે ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામની ગૌશાળા પાસેથી આરોપી અનિલ ઉર્ફે મહેશ રોહિતભાઈ પાટડીયા ઉ.20 રહે.જુના ખાખરેચી વાળાને વિદેશી દારૂના 180 મીલીના ત્રણ ચપલા કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.