શહેર-જિલ્લાના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ઉપર કડક બંદોબસ્ત ગોઠવાશેમોરબી : દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેથી શહેર-જીલ્લાના અને રાજ્યના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ઉપર નાકાબંધીના આદેશ અપાયા છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી બ્લાસ્ટમાં હાલ મોતનો આંકડો 10એ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ દેશના અનેક મોટા શહેરોમાં એલર્ટ જારી કરાયું છે.