મોરબી: સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્, રાજકોટના સહયોગથી મોરબીમાં આવતીકાલે 11/11/2025 ને, મંગળવારના રોજ પુષ્ય નક્ષત્રના પવિત્ર દિવસે બાળકોને નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ સવારે 09:00 થી 10:00 વાગ્યા સુધી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં 0 થી 15 વર્ષ સુધીના નાના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. આ આયોજનમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીના સભ્યો નિ:શુલ્ક સેવા આપશે. આ કેમ્પમાં અંદાજિત 150થી વધુ બાળકો લાભ લે છે, અને મોરબીની તમામ સોસાયટીના બાળકોને આ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ વધારે માહિતી માટે મોબાઈલ નંબર 94272 13999નો સંપર્ક કરવા જણાવાયુ છે.