કુલ 11 શખ્સોની સંડોવણી ખુલી : અગાઉ પણ 4 શખ્સોની ધરપકડ થઈ હતીમોરબી : હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં અગાઉ ચાર આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ સાત આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનામાં પોલીસે અગાઉ (૧) સુલતાન ઉર્ફે કાનો ધીરૂભાઇ દેકાવાડીયા (૨) રવી ધનશ્યામભાઈ પ્રભુભાઇ દેકાવાડીયા બન્ને રહે. ગામ દેવપર, તા.હળવદ (3) રાજબહાદુર ઇન્દ્રપાલ રાજપુત હાલ રહે. હળવદ, મૂળ રહે. ઉતર પ્રદેશ (૪) રાજુ ગોપીલાલ ગુર્જર હાલ રહે. નીચી માંડલ મુળ રહે. રાજસ્થાનવાળાની ધરપકડ કરી હતી. તપાસમાં વધુ સાત લોકોના નામ ખુલતા (૧) પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ લોદરીયા રહે- ગામ સુખપર તા.હળવદ (૨) વિજયભાઇ વિભાભાઇ દેકાવાડીયા (૩) સંજયભાઇ જગાભાઇ દેકાવાડીયા (૪) કરણભાઇ બહાદુરભાઇ પંચાસરા (૫) મુકેશભાઈ પ્રેમજીભાઇ અઘારા (5) ચંદુભાઇ જગાભાઇ વડેયા (૭) વિજયભાઇ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઇ અઘારા રહે બધા ગામ દેવપર સુખપર તા.હળવદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.