મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 10 નવેમ્બર ને સોમવારના રોજ 3645 ક્વિન્ટલ એટલે કે 18225 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1566 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 136 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 559 રૂપિયા બોલાયા છે. તો તલના 2368, મગફળીના 1174, જીરુંના 3650, જુવારના 521, મેથીના 977, અડદના 1396, ચણાના 1037, ગુવાર બીના 670, કાળા તલના 4186 અને સોયાબીનના 895 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 700, ગુવારના 1700, ભીંડાના 1100, ટમેટાના 500, કોબીજના 300, કાકડીના 700, લીંબુના 600, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.