મોરબી : આજે તારીખ 9 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી સંઘના પ્રમુખના આદેશથી મોરબી જિલ્લા મધ્યાન ભોજન કર્મચારી સંઘના પ્રમુખ બળવંતભાઈ સનાળીયાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા મધ્યાન ભોજન કર્મચારી સંઘની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકા મધ્યાન ભોજન કર્મચારી સંઘના નવા પ્રમુખ તરીકે પ્રણવ નલિનભાઈ ઠાકરની અને મહામંત્રી તરીકે વિનોદભાઈ છાસ્યની મોરબી તાલુકાના સંચાલકોની સર્વ સંમતિથી બિનહરીફ ચૂંટણી કરવામાં આવી હતી. આ તકે મોરબીના સંચાલકો અને ભૂતપૂર્વ મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ ઊંટવાડીયા અને સર્વે સંચાલક ભાઈઓ અને બહેનોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.