પંચાસર રોડ, લાતીપ્લોટ અને વિદ્યુતનગર મફતીયાપરામા પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં પંચાસર રોડ, લાતીપ્લોટ અને વિદ્યુતનગર મફતીયાપરામાથી ત્રણ શખ્સોને વિદેશી દારૂ બિયર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી એક કિસ્સામાં બિયરના ટીન આપનાર શખ્સનું નામ ખોલાવ્યું હતું.પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ પર સત્યમ હોલ પાસેથી આરોપી અંકિત કાનજીભાઈ અમૃતિયા રહે.રાજનગર, મોરબી વાળાને હન્ડ્રેડ પાઈપર બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 2500 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે લાતી પ્લોટમાંથી આરોપી રાહુલ ભરતભાઇ સારલા રહે.નવલખી બાયપાસ, ઘુચરની વાડી વાળાને બિયરના ત્રણ ટીન કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ બિયર આપનાર અફઝલ કાસમભાઈ સંઘવાણી રહે.જોન્સનગર વાળાનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. આ ઉપરાંત ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે વિદ્યુતનગર મફતિયાપરામાંથી આરોપી દિનેશ સોમાભાઈ પુરબીયાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 673 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.