મોરબી: મોરબી શહેરના કેસર બાગથી લઈને એલ.ઈ. કોલેજ તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં નવા રોડ બનાવવાની કામગીરીના કારણે ડીમાર્ટથી નટરાજ ફાટક સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. નવા રોડનું કામકાજ અગ્નેશ્વર મંદિરથી આગળ સુધી અડધા ભાગમાં પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકીનો રસ્તો બનાવવા માટે આ માર્ગ પરની અવરજવર અટકાવી દેવામાં આવી છે. સામાકાંઠા તરફ જવા-આવવા માટે વાહનચાલકોને હાલમાં નટરાજ ફાટક થઈને જ પસાર થવા અથવા અન્ય કોઈ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયુ છે.