મોરબી: ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદીના ભાગરૂપે, આજરોજ મોરબી ખાતે મગફળીની ખરીદી માટેના કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદી કેન્દ્રની શરૂઆત રાજ્ય અને જિલ્લાના અગ્રણી સહકારી નેતાઓ અને કૃષિ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં ક્રિભકો ન્યૂ દિલ્હી તથા ગુજકોમાસોલના ડિરેક્ટર મગનભાઈ વડાવિયા, મોરબી તાલુકા સંઘના પ્રમુખ નવીનભાઈ ફેફર, મોરબી-માળિયા પ્રોસેસિંગના પ્રમુખ બાબુભાઈ ઉઘરેજા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર વીડજા, માળિયા તાલુકા સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા, જિલ્લા ખેતીવાડી અધિકારી ઉસદડીયા ઉપરાંત, ગુજકોમાસોલના રિજનલ અધિકારી, સેન્ટર પરના અધિકારીઓ, સંઘના મેનેજર અને કર્મચારી હાજર રહ્યા હતા.