પરીક્ષાના દિવસો દરમિયાન વચ્ચે રજાઓ અપાઈ, 16 માર્ચે પરીક્ષાઓ પૂર્ણ થશે મોરબી : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12 સાયન્સ તથા કોમર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા તા.26 ફેબ્રુઆરીથી તા.16 માર્ચ સુધી લેવાશે. જેમાં સાયન્સમાં ફિઝિક્સ અને કોમર્સમાં અર્થશાસ્ત્રનું પેપર પહેલું હશે. ઉપરાંત ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ-2026માં મુખ્ય પરીક્ષા તા.26/02/2026 થી તા.16/03/2026 સુધી લેવામાં આવશે.ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે.જો કે, પરીક્ષા દરમિયાન બે પેપર વચ્ચે રજાઓ જાહેર કરવામાં આવી હોય વિદ્યાર્થીઓને 20 દિવસ સુધી પરીક્ષાકાર્યમાં રત રહેવું પડશે.ધોરણ 10ની પરીક્ષાનું ટાઈમ ટેબલ 26 ફેબ્રુઆરી ગુજરાતી/હિન્દી/અંગ્રેજી (પ્રથમ ભાષા)28 ફેબ્રુઆરી વિજ્ઞાન4 માર્ચ સામાજિક વિજ્ઞાન6 માર્ચ બેઝિક ગણિત9 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત11 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)13 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષ14 માર્ચ હેલ્થકેર, ટ્રાવેલ ટુરિઝમ, અન્ય16 માર્ચ હિન્દી અને સંસ્કૃતધોરણ 12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ 26 ફેબ્રુઆરી અર્થશાસ્ત્ર27 ફેબ્રુઆરી તત્ત્વજ્ઞાન28 ફેબ્રુઆરી વાણિજ્ય વ્યવસ્થા4 માર્ચ નામાના મૂળતત્વો5 માર્ચ મનોવિજ્ઞાન6 માર્ચ સમાજશાસ્ત્ર7 માર્ચ ગુજરાતી / અંગ્રેજી (દ્વિતીય ભાષા )9 માર્ચ આંકડાશાસ્ત્ર10 માર્ચ ગુજરાતી / હિન્દી / અંગ્રેજી (પ્રથમ ભાષા )11 માર્ચ હિન્દી (દ્વિતીય ભાષા)12 માર્ચ સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર13 માર્ચ ભૂગોળ14 માર્ચ કમ્પ્યુટર16 માર્ચ સંસ્કૃત પારસી અરબીધોરણ 12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ 26 ફેબ્રુઆરી ભૌતિક વિજ્ઞાન28 ફેબ્રુઆરી રસાયણ વિજ્ઞાન4 માર્ચ જીવવિજ્ઞાન6 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)7 માર્ચ અંગ્રેજી (પ્રથમ ભાષા)9 માર્ચ ગણિત11 માર્ચ કમ્પ્યુટર12 માર્ચ ગુજરાતી / હિન્દી (પ્રથમ ભાષા)13 માર્ચ ગુજરાતી / હિન્દી (દ્વિતીય ભાષા)