મોરબી : સ્વ. ઉષાબેન બંસીલાલ કચોરીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે 8 નવેમ્બરના રોજ દશા શ્રી વાડીમાં સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી સ્વ. ઉષાબેન કચોરીયાને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમોમાં 30 રક્તદાતાઓએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરી કચોરીયા પરિવારે સમાજને પ્રેરણા આપી છે. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આનંદભાઈ કચોરીયા, સુનિલભાઈ કચોરીયા અને કચોરીયા પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને કચોરીયા પરિવારનો આભાર માન્યો હતો.