અકસ્માતમાં માલસામાનને નુકસાન, સદનસીબે જાનહાની નહીંમોરબી: મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક આજે શનિવારના રોજ સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રક રોડ પરથી નીચે સાઇડમાં ઉતરી ગયા અને તેમાંથી માલસામાન વેરવિખેર થઈ ગયો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર, અકસ્માત ટ્રકોની અથડામણને કારણે થયો હતો. બંને ટ્રકમાં રહેલા માલસામાનને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રક ચાલકો અને તેમના સહાયકોને પણ કોઈ ગંભીર ઈજા થઈ નથી.