મોરબી : આજરોજ 8 નવેમ્બરના રોજ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા મોરબી 1 વિસ્તારમાં તમાકુના વ્યસન અંગે જનજાગૃતિ અર્થે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ તેમજ એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. ડી.વી. બાવરવાના માર્ગદર્શન હેઠળ સામાજિક કાર્યકર મૌલિક સી. પંડ્યા દ્વારા દંડાત્મક કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં આવેલી પાનની દુકાનો પૈકી નિયમો અનુસાર 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુ કે તમાકુથી બનાવેલ વસ્તુ વેચવા પર પ્રતિબંધ અંગેની સૂચના અંગેનું બોર્ડ નિયમો અનુસાર ન હોવાના કારણે કુલ 12 દુકાન ધારકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી.