ટંકારા : આજ રોજ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અલગ અલગ ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જાણકારી મેળવી અંને ખેડૂતો સાથે મળીને તેમના પાક જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોમાં થયેલ નુકશાનીની સમીક્ષા કરી હતી. આવનારા સમયમાં મોરબી જિલ્લાના ખેડૂતોને થયેલ નુકશાનનું પૂરું વળતર મળે તેમજ ખેડૂતો ફરી પાછા પગભર થઈ શકે તે માટે ખેડૂતોની વેદના અંને માંગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે તેમ જણાવાયું હતું.સરકાર જો યોગ્ય ન્યાય નહીં આપે તો મોરબીના ખેડૂતોને સાથે રાખી આંદોલન પણ કરવામાં આવશે તેમ આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું હતું. આ સમયે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, કે. ડી. બાવરવા, દિવ્યેશ મગુનીયા તેમજ તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા, રાજુભાઈ રૈયાની, પ્રવીણભાઈ ફેફર હાજર રહ્યા હતા.