મોરબી : મોરબી શહેરમા પાપાજી ફનવર્ડ પાછળ તુલસી પાર્કમાં રહેતા મૂળ વાંકાનેરના ઘીયાવડ ગામના વતની યુવરાજસિંહ ભરતસિંહ ઝાલા ઉ.40 નામના યુવાને આર્થિક સંકળામણને કારણે ગત તા.28 ઓક્ટોબરના રોજ પોતાના ઘેર એસિડ પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.5ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.