મોરબી : મૂળ ગાળા ગામના વતની અને હાલ મોરબીની ઉમા ટાઉનશિપમાં રહેતા હર્ષદભાઈ મોહનભાઈ ઉધરેજાની દીકરી દિત્યાનો તા.5/11/25 ના રોજ ત્રીજો જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે પરિવારે સેવા ભારતી- ગુજરાત સંલગ્ન, ડો. હેડગેવાર સ્મારક સમિતિ- મોરબી દ્વારા લાલબાગ ઉપનગરમાં ચાલતા ત્રણ સંસ્કાર કેન્દ્ર જેમાં સ્વામી વિવેકાનંદ બાલ સંસ્કાર કેન્દ્ર, શ્રી માધવ બાલ સંસ્કાર કેન્દ્ર તથા વીરાંગના જલકારીબાઈ બાલ સંસ્કાર કેન્દ્રના બાળક બાલિકાઓને સ્ટેશનરીની કીટ, શ્રીમદ્ ભગવતગીતાજી અને હનુમાન ચાલીસા ભેટ કરીને વ્હાલી દીકરી દિત્યાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.