17 નવેમ્બર થી શરૂ કરીને 15 ડિસેમ્બર સુધીમાં સંસ્થાના કાર્યાલય ખાતેથી ફોર્મ મેળવી અને પરત કરવાના રહેશે: રજીસ્ટ્રેશન ફી રૂ. 300મોરબી: મોરબી જિલ્લા પેન્શનર સમાજ, મોરબી દ્વારા પેન્શનર સભ્યોના સન્માનનું આયોજન કરાયું છે. સંસ્થાની આગામી વાર્ષિક સામાન્ય સભાના ઉપલક્ષ્યમાં, મોરબી જિલ્લા પેન્શનર સમાજના જે આજીવન સભ્યોની ઉંમર તા. 31/12/2025 ની સ્થિતિએ 70 વર્ષ પૂરા થતી હશે, તેમનું સન્માન કરવામાં આવશે. જે માટે પાત્ર થતા સભ્યોએ નિયત સમયગાળા દરમિયાન રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી અને જમા કરાવવાનું રહેશે.પેન્શનર સભ્યોએ સન્માન માટેના અરજી ફોર્મ્સ તા. 17/11/2025 થી શરૂ કરીને તા. 15/12/2025 સુધીમાં સંસ્થાના કાર્યાલય ખાતેથી મેળવી અને પરત આપી શકાશે. સોમવારથી શુક્રવાર સવારે 10:00 થી 11:00 ના એક કલાકના ગાળામાં કચેરી ચાલુ રહેશે. તેમજ શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસો દરમિયાન કચેરી બંધ રહેશે જેની નોંધ લેવી.રજિસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે સભ્યોએ ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, પી.પી.ઓ. (પેન્શનબુક) બુકની ઝેરોક્ષ સાથે જોડવાની રહેશે. તેમજ રજિસ્ટ્રેશન ફી રૂ. 300 રાખેલ છે. ખાસ સમાજ દ્વારા અગાઉ જે સભ્યોનું સન્માન કરવામાં આવેલ છે, તેમણે ફરીથી આ ફોર્મ ભરવાનું રહેશે નહીં. આજીવન સભ્યોને આ અંગેની ખાસ નોંધ લેવા અપીલ કરાઈ છે.