આગના કારણે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો : ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા મોરબી: મોરબીના પીપળી જેતપર રોડ પર આવેલા આવેલ જેટકોના 220 કેવી સબસ્ટેશનમાં કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી છે. આ સબસ્ટેશનમાંથી મોરબીના મોટાભાગના વિસ્તારોમાં પાવર સપ્લાય થતો હોવાથી, આગ લાગવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ત્યારે વીજળી સપ્લાય અન્ય સબસ્ટેશનમાંથી પાવર ટ્રાન્સફર કરવામાં આવે ત્યારબાદ ફરી શરૂ કરાશે. આગે મોટું સ્વરૂપ ધારણ કરતાં સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.