11650 મણ કપાસની આવક થઈ, ભાવ 1565 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 6 નવેમ્બર ને ગુરુવારના રોજ 2330 ક્વિન્ટલ એટલે કે 11650 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1565 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 232 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 555 રૂપિયા બોલાયા છે. તો તલના 2270, મગફળીના 1216, જીરુંના 3710, બાજરાના 570, સુવાદાણાના 1250, સોયાબીનના 844, અડદના 1200, ચણાના 1065, ગુવાર બીના 800, કાળા તલના 4402 અને અજમાના 1400 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 1000, રીંગણાના 1000, કારેલાના 800, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 440, કોબીજના 240, કાકડીના 700, લીંબુના 700, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.