વાંકાનેર: વાંકાનેરના વિશીપરા ચોક ખાતે આજે ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 'સૌનો સાથ, ગામનો વિકાસ'ના સૂત્ર સાથે વાંકાનેર નગરપાલિકા દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપાના આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.