મોરબી: મોરબી જિલ્લામાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે મોરબી કલેકટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં બિરસા મુંડાની જન્મ જયંતી અંતર્ગત 15 નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે. સરદાર વલ્લભભાઈની 150 મી જન્મ જયંતીના અવસર પર યુનિટ માર્ચના ભાગરૂપે મોરબી જિલ્લામાં પદયાત્રા તેમજ આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમના સોચારૂ આયોજન કરાયું છે. કલેક્ટરે સંબંધિત વિભાગોને યુનિટી માર્ચ (પદયાત્રા)નું સુચારૂં આયોજન કરવા, સરદાર@150 થીમ પર આધારિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવા, આ આયોજનમાં વિવિધ સંગઠનો, સંસ્થાઓ, એસોસિએશન્સ, એનજીઓ અને નાગરિકોને સહભાગી બનાવવા સહિત વિવિધ સુચના આપી હતી.તેમજ બિરસા મુંડાની 150મી જન્મ જયંતી અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમોમાં આદિવાસી સમુદાયના લોકોને બહોળી સંખ્યામાં સહભાગી બનાવવા કલેક્ટરે સંબંધિતોને સૂચના આપી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઉમંગ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.