મોરબીની 2, રાજકોટ 2 અને વાંકાનેરની 1 ટિમ દ્વારા આગ બુઝાવવા મથામણમોરબી: મોરબીના પીપળી ગામ નજીક આવેલ જેટકોના 220 કેવી સબસ્ટેશનમાં લાગેલી આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 5 ટીમો દ્વારા હાલ આગ બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સબ સ્ટેશનમાં ઓઇલ પણ ઢોળાયુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બીજી તરફ આ આગ બુઝાવવા મોરબીનો મોટાભાગનો ફાયર સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે. આ સબસ્ટેશનમાંથી મોરબીના મોટાભાગના વિસ્તારોમાં પાવર સપ્લાય થતો હોવાથી, આગ લાગવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. આ આગને મેજર કોલ જાહેર કરાયો છે. હાલ મોરબીની 2, રાજકોટની 2 અને વાંકાનેરની 1 ટિમ આગ બુઝાવવા સતત પાણીનો મારો ચલાવી રહી છે.