પિતા પુત્રએ કપાસના ઉભા પાકમાં ઢોર ચારી ઝઘડો કર્યા બાદ 15 શખ્સોને બોલાવી આતંક મચાવ્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની સીમમાં ઢોર ચારવા ગયેલા પિતા પુત્રએ વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કપાસના ઉભા પાકમાં પોતાના માલઢોરને છુટા મૂકી નુકશાન કરતા વાડી માલિકે ના પાડતા ઝઘડો કરી બાદમાં 15 અન્ય લોકોને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી વાડી માલિક સાહિતનાઓને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતા અલ્તાફભાઈ હુસેનભાઈ માથકિયા ઉ.42એ આરોપી છગનભાઇ હીરાભાઈ ગીંગોરા અને તેમના પુત્ર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને પિતા પુત્રએ ગઈકાલે સાંજના ચારેક વાગ્યે તેમની વાડીમાં ગેરકાયદે ઢોર ઘુસાડી કપાસના ઉભા પાકમાં ભેલાણ કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં અન્ય 15 આરોપીઓને બોલાવી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ સાહેદને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી કપાસના પાકમાં નુકશાન કરી નાખ્યું હતું.વધુમાં આ હુમલાની ઘટનામાં અલ્તાફભાઈએ આરોપી (૧)છગનભાઇ હીરાભાઇ ગીંગોરા (૨)છગનનો દીકરો (૩)ગોપાલભાઇ સીધાભાઇ ગીંગોરા (૪)છેલાભાઇ સીધાભાઇ ગીંગોરા (૫)મંગાભાઇ હીરાભાઇ ગીંગોરા (૬)વિષ્ણુભાઇ મોનાભાઇ મુંધવા (૭)વીરમ જેમાભાઇ મુંધવા (૮)ભુપતભાઇ ગેલાભાઇ મુંધવા (૯)નારૂભાઇ સામતભાઇ મુંધવા (૧૦)સંજયભાઇ ભગાભાઇ મુંધવા (૧૧)મયાભાઇ રૈયાભાઇ ડાભી (૧૨)ભાવેશભાઇ ગેલાભાઇ મુંધવા (૧૩)રવીભાઇ ગેલાભાઇ મુંધવા (૧૪)પ્રવીણભાઇ છેલાભાઇ મુંધવા (૧૫)વિહાભાઇ પુનાભાઇ મુંધવા (૧૬)નવધણભાઇ પુનાભાઇ મુંધવા અને (૧૭)મોનાભાઇ ભુવાનો ભાણેજ રહે.બધા રાણેકપર તા.વાંકાનેર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુદ્ધ પંચાયત અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.