પ્રમુખ પદે ડો. બી. કે. લહેરુ, મહામંત્રી પદે અજયભાઈ રાવલની વરણી મોરબી : મોરબી જિલ્લા બ્રહ્મસમાજના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદે ડો. બી. કે. લહેરુ (મોરબી), મહામંત્રી પદે અજયભાઈ રાવલ (હળવદ)ની, ઉપપ્રમુખ પદે હિતેશભાઈ વી. ભટ્ટ, રાજુભાઈ જોશી, નીતિનભાઈ પંડ્યા (વકીલ), મંત્રી પદે બીપીનભાઈ ભટ્ટ, મહેશભાઈ બી. ભટ્ટ, અને નિરાવભાઈની, ખજાનચી પદે ડો. રાજેશભાઈ ભટ્ટ (માળીયા)ની, કારોબારી સભ્ય પદે અશોકભાઈ એન. જાની, દિનેશભાઈ બી. પંડ્યા, અતુલભાઈ પાઠક (હળવદ), અતુલભાઈ ડી. ત્રિવેદી (ટંકારા), અને સંજયભાઈ લહેરુ (વાંકાનેર)ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે.