મોરબી : આવતીકાલે તારીખ 6 નવેમ્બર ને ગુરૂવારના રોજ સ્વ. જીજ્ઞાબેન સનતભાઈ સુરાણીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે મોરબીના બહાદુરગઢ ખાતે નેશનલ હાઇવે પર આવેલા રીબેકા લેમિનેટ્સ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે. મોરબી સંસ્કારધામ બ્લડ બેન્કના માધ્યમથી આ રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે સગા સંબંધીઓ, સ્નેહીજનો અને મિત્ર મંડળને રક્તદાન દ્વારા શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહેવા ચારોલા પરિવાર અને સુરાણી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.