21 નવેમ્બરે શાલીમારથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 12906 શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ સાંતરાગાછી સ્ટેશનથી ઉપડશેમોરબી: રેલવે તંત્ર દ્વારા શાલીમાર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ સંબંધિત એન્જિનિયરિંગ કાર્ય કરવાને કારણે, 19 નવેમ્બર, 2025ના રોજ પોરબંદરથી ઉપડનારી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશન સુધી જશે. આ જ પ્રમાણે, 21 નવેમ્બર, 2025ના રોજ શાલીમારથી ઉપાડનારી ટ્રેન સંખ્યા 12906 શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશનથી જ શરૂ થશે. વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.