માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) ખાતે રાસંગપરના પાટીયા પાસે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમની રુબરુ મુલાકાત લઈને મોરબી અવધ 4 ખાતે રહેતા પાટીદાર સમાજના યુવકોએ પોતાના ગૃપમાંથી બચત રકમ 1,39,390 જેવી મારબત રકમનું અનાજ કરીયાણુ ખરીદીને રાસંગપર પાસે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમને આ રાશન અર્પણ કર્યું હતી. આ તકે સંગાથ વૃદ્ધાશ્રમના સંચાલકોએ ખુશી વ્યકત કરીને આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાક્ય કાર્યમાં અવધ-4 સોસાયટી પાટીદાર ગૃપના પ્રમુખ હિતેશભાઈ ભીમાણી સહિતના યુવાનો સેવાયજ્ઞમાં જોડાયા હતા.