નવા વર્ષની શુભેચ્છાઓ, ભાવિ યોજનાઓ અને આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમન વિષયક વ્યાખ્યાન યોજાયુંમોરબી : મોરબીમાં 2 નવેમ્બરના રોજ સિનિયર સિટીઝન ફાઉન્ડેશન- મોરબીના પ્રમુખ ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓ, ભાવિ યોજનાઓ અને આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમન વિષયક વ્યાખ્યાન એમ ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરંભમાં સંસ્કૃત શ્લોક બોલીને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ, નવા સભ્યોને આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિનિયર સિટીઝન ફોઉન્ડેશનના સભ્યો, સામાજિક સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રમુખ ડો. બી. કે. લ્હેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. હોદ્દેદારો દ્વારા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના હોદ્દેદારો દ્વારા નવાં વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આર.ટી.ઓ. અને ટ્રાફિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા પો. ઇન્સ્પેક્ટર આર. એ. જાડેજા દ્વારા ટ્રાફિકના નિયમો, લાયસન્સ સંબંધિત માર્ગદર્શિકા તેમજ દ્વિ-ચક્રી અને ચાર ચક્રી વાહનચાલકો માટે જરૂરી સૂચનો ખૂબ જ સમજણપૂર્વક રજૂ કર્યા હતા. ડો. લખમણભાઈ કંઝારિયાએ “સિનિયર સિટીઝન શું કરી શકે?” વિષય પર પોતાની અનુભૂતિઓ વહેંચી હતી. તેમણે કુટુંબભાવના, સમાજભાવના, સંતોષ અને સંવેદનાની અતિમૂલ્ય વાતો કરી સૌને પ્રેરણા આપી હતી. એડવોકેટ ઓઝાએ પણ આરટીઓ સંબંધિત માહિતીમાં ઉમેરો કરી, સભ્યોના પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા હતા. નવા વર્ષના શુભેચ્છા સંદેશા સાથે ભુપતભાઈ પંડ્યાએ સૌને આનંદમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. નિવૃત્ત એન્જિનિયર એલ.ડી. હડિયલે સેવાકીય પ્રવૃત્તિઓના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે “જ્યાં અને જ્યારે જરૂર પડે, ત્યાં સેવા માટે સદૈવ તૈયાર રહો.” આ પ્રસંગે તેમણે સ્વયંના ઉપક્રમે ભોજન વ્યવસ્થાનો લાભ પણ કરાવ્યો, જે સૌએ આનંદપૂર્વક માણ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ડો. ભાવેશ જેતપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્તુતિ ગાન સવજીભાઈ અધારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકીલ ઓઝા, આડેસરા, પૂર્વ ચીફ ઓફિસર ઠાકર, ઉર્મિલાબેન લ્હેરુ વગેરેએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના સંગીત કલાકારો દ્વારા ગીત-સંગીત રજૂ કરીને કાર્યક્રમને સુરીલો બનાવ્યો હતો. વાર્ષિક અહેવાલ અને આભારવિધિ ડો. ભાવેશ જેતપરિયાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, પી. એન.રાંકજા, કે. પી. ભાગિયા, ડો. એમ. ડી. જાડેજા, એન. એમ. ચડાસણિયા અને સિનિયર સિટીઝન ફાઉન્ડેશન-મોરબીના કારોબારી સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.