આરોપી પિતા, પુત્ર અને અન્ય એક સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદહળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા યુવકને તેના મિત્રએ ફોન કરી મળવા બોલાવી પિતા અને અન્ય એક શખ્સ સાથે મળી કોઈ કારણોસર સેંટિંગ કામની લોખંડની ડાક વડે માર મારી પગ ભાંગી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા કિશોરભાઈ ચતુરભાઈ પારઘી ઉ.22 નામના યુવકે આરોપી એવા મિત્ર શનિભાઇ નરેશભાઈ સોલંકી, શનિના પિતા નરેશભાઈ અને શનિના મામા ભુપીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી શનિએ તેઓને ફોન કરી ખારાના મેદાનમાં બોલાવી કોઈ કારણોસર સેંટિંગ કામની લોખંડની ડાક વડે પગમાં ઘા મારી પગ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.