અત્યાર સુધીમા આયોજિત 50 કેમ્પમાં કુલ 14,098 લોકોનું વિનામુલ્યે સચોટ નિદાન થયુંમોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા. 4-11-2025 ને મંગળવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો 202 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત 103 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવારના સહયોગથી યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, મોરબી જલારામ ધામ ખાતે ગત 49 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 12,897 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 6297 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 201 લોકોએ લાભ લીધો હતો. તેમજ 103 લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા,સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર,સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની,મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાય છે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો. નં. 9825082468, નિર્મિતભાઈ કક્કડ મો. નં. 9998880588, હરીશભાઈ રાજા મો. નં. 9879218415, અનિલભાઈ સોમૈયા મો. નં. 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.