મોરબી : મોરબીના શકત સનાળા ખાતે આવેલ શક્તિધામ ખાતે શક્તિ માના 950માં જન્મોત્સવ નિમિત્તે 950 દીવડાની મહાઆરતીનું સતત 10માં વર્ષે ભારે વરસાદ વચ્ચે પણ તલવાર બાજી ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં હજારોની જનમેદનીમાં ભક્તો ઉમટી પડ્યા હતાં.આબુગઢના અંબાજીના પરમ ઉપાસક પાટણપતિ સોલંકી પ્રતાપસિંહના ઘરે વિ. સ. 1133 ને કારતક સુદ 11ના દિવસે ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિ દેવીનો જન્મ થયો. આ દિવ્ય ઇતિહાસને આજ 950 વર્ષ પૂર્ણ થયા તો આ 950માં જન્મોત્સવને તલવારબાજી ટીમ દ્વારા સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ઉજવ્યો હતો. જેમાં હજારો ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતાં. સતત 10 વર્ષથી તલવારબાજી ટીમ શકત શનાળાના ભાઈઓ આ આયોજન કરી રહ્યા છે. જેમાં 950 દિવાની મહા આરતી અને સવા મણ લાપસીનો પ્રસાદ અને સાથે માતાજીનો એક ફોટો પ્રસાદ રૂપે આપવામાં આવે છે. અને ખાસ મા શક્તિ સિંહ વાહીનીની રંગોળી રવિભાઈ બાવરવા દ્વારા બનાવામાં આવી હતી. જે બદલ તલવાર બાજી ટીમે તેમનો આભાર વ્યકત કર્યો હતો.