મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09522/09521 રાજકોટ-મોરબી સ્પેશિયલને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અનુસાર 01 નવેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી મંગળવાર અને શુક્રવારને બાદ કરતાં દરરોજ દોડશે.રાજકોટથી શરૂ થતી ટ્રેન નંબર 09522 રાજકોટ-મોરબી સ્પેશિયલ 5 નવેમ્બર, 2025 થી નજરબાગ સ્ટેશન પર 11:57 વાગ્યે પહોંચશે અને 11:58 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, મોરબીથી શરૂ થતી ટ્રેન નંબર 09521 મોરબી-રાજકોટ સ્પેશિયલ 5 નવેમ્બર, 2025 થી નજરબાગ સ્ટેશન પર 13:49 વાગ્યે પહોંચશે અને 13:50 વાગ્યે ઉપડશે.