મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાઈ રહેતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેન્ડમાં પ્રવેશ દ્વાર પાસે જ પાણી ભરાયેલું હોવાથી બસ સ્ટેન્ડમાંથી આવન-જાવાન કરતા લોકોને આ પાણીમાંથી પસાર થઈને જવું પડી રહ્યું છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાતા આસપાસમાં ગંદકી પણ જોવા મળી રહી છે. ત્યારે આ પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા ઉઠી રહી છે.