સતત મહેનત થકી તેને સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ પરીક્ષા જાતે તૈયારી કરીને પણ પાસ કરી શકાય છેમોરબી : મોરબીના હોંશીલા યુવાન એવા અંસિત દંગીએ કોઈ પણ ટ્યુશન વગર જાતે મહેનત કરી સીએની કઠિન એવી પરીક્ષા પાસ કરી છે. આજે જાહેર થયેલા સીએ ફાઇનલના રિઝલ્ટમાં અંસિત ઉત્તીર્ણ થતા અન્ય યુવાનો માટે તે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. મોરના ઈંડા ચિતરવા ન પડે તે કહેવત અંસિતની સફળતામાં સાચી ઠરી છે. કારણકે તેના પિતા કે.આર.દંગી મોરબીની આર્ટ્સ કોલેજના પ્રોફેસર છે. કે.આર.દંગી પણ વિદ્યાર્થીકાળમાં અર્થશાસ્ત્રમાં ગોલ્ડ મેડાલીસ્ટ રહ્યા હતા. તેઓના પિતાની જેમ જ અંસિતને પણ અભ્યાસમાં ઘણી રૂચી હતી. અંસિતે કોઈ પણ ક્લાસિસ રાખ્યા વગર જ સીએની તમામ પરીક્ષાઓ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી છે. તેને મોરબીમાં ઘરે રહીને જ જાતે તમામ તૈયારીઓ કરી છે. અંસિત સીએ બનતા આજે દંગી પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છવાયો છે. અંસિત ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે.