મોરબી: મોરબીમાં ગઈકાલે તારીખ 2 નવેમ્બરના રોજ સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઈ નિરંજનીની 38મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પત્ની દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની દ્વારા ડો. હસ્તીબેન મહેતાના 195માં નિ:શુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ મોરબી-2 ખાતે સો-ઓરડી વિસ્તારના માળિયા-વનાળિયા મેઈન રોડ પર, વિનોદભાઈ પરમારના નિવાસસ્થાને યોજાયો હતો. ડો. હસ્તીબેન મહેતાએ કેમ્પમાં આવેલા દર્દીઓનું વજન કરીને ત્રણ દિવસની સારવાર માટે મફત દવાઓ આપી હતી. જરૂરિયાત મુજબના દર્દીઓ માટે ફ્રી બ્લડ સુગર અને બીપી ચેકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે મનિષા તથા સિદ્ધાર્થ નિરંજની, વિનોદભાઈ પરમાર અને તેમના સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી. કેમ્પ સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, બિંદુબેન દવે અને સુદીપ વોરાએ સેવા આપી હતી.