મોરબી: મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી પર પુલ રોજિંદી અને ગંભીર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. જેનો ઉકેલ લાવવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસીમ જી. મનસુરીએ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મહેન્દ્રનગર ચોકડી પર પુલનું નિર્માણ કાર્ય અટકેલું હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામ થાય છે. રજૂઆતકર્તાએ માંગ કરી છે કે જ્યાં સુધી પુલના કામની મૂળ સમસ્યાનું નિવારણ ન થાય, ત્યાં સુધી ટ્રાફિક નિયમન માટે મહેન્દ્રનગર ચોકડી પર ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી આ સમસ્યા હળવી થઈ શકે.